સુખે થી જીવીશું... Sukhe Poem by Mehta Hasmukh Amathaal

સુખે થી જીવીશું... Sukhe

Rating: 5.0

સુખે થી જીવીશું
શનીવાર,22 સપ્ટેમ્બર 2018

હવે તો સુખે થી જીવીશું
માળા પણ દિલ થી જપીશું
ઘટઘટ માં આવી ને વસો તમે નાથ
સદા ઝંખું તમારા દર્શન અને માંગુ સાથ।

નથી કોઈ કામના કે નથી કોઈ આસ
લાગે મને એવુંકે આપ છો અહીં આસપાસ
જડ કે ચેતન માં પણ મને થાય આભાસ
પ્રભુ કૃપા કરો એવી કે વધી જાય મારો વિશ્વાસ।

આવી છે જીવન ની ઘટમાળ
સ્નેહ વરસાવે ઘરવાળા અને બાળ
એક બીજા ની હૂંફ થી જીવીએ
સગાવહાલા ને દિલ થી મળીએ।

બસ જો હોય હેત નો વસવાટ
તો મળી જાય સાચો મારગ અને વાટ
દિલ માં કદી ના રહે કચવાટ
તમે તો પકડી છે એકજ વાત, હવે કોની જુઓ છો વાટ?

સંત ની વાતો થી હરખાણો
મારો માંયલો ઘણો પછતાણો
અંતરમન નો મેલ ધોવાણો
મારા પાર પ્રભુ નો છે ઉપકાર ઘણો।

મન થી હું ઘણો સંવેદનશીલ
પણ ભાવના રહીં ઘણી હીન
વાત વાત માં ગુસ્સો ઘણો આવે
પાછળ થી સુખ લાગે પસ્તાવે।

હસમુખ અમથાલાલ મેહતા

સુખે થી જીવીશું... Sukhe
Saturday, September 22, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 September 2018

welcome manisha mehta

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 September 2018

મન થી હું ઘણો સંવેદનશીલ પણ ભાવના રહીં ઘણી હીન વાત વાત માં ગુસ્સો ઘણો આવે પાછળ થી સુખ લાગે પસ્તાવે। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success