સુખે થી જીવાડજો... Sukhe Poem by Mehta Hasmukh Amathaal

સુખે થી જીવાડજો... Sukhe

Rating: 5.0

સુખે થી જીવાડજો
રવિવાર,16 સપ્ટેમ્બર 2018

પ્રભુ માફ મને કરજો
મારી અરજ ને કાને ધરજો
કર જોડી ને શીશ નમાવું
તમારું ભજન કરું અને દિલ થી ગાવું।

મારા અવગુણો ને ભુલનારા
મારા દોષો ને છાવરનારા
છેલ્લો આશરો છે તમારો
મારો સુધરી જશે જન્મારો।

આતમ નુ કરજો કલ્યાણ
અને વરતાજો તમારી આણ
મારે નથી ખપતું કોઈ સન્માન
પણ જો જો ના થઇ જાય અપમાન।

જે જતા રહયા દિવસો
હવે શું કરવો એનો વસવસો!
બસ મને આપજો એકજ દિલાસો
પ્રભુ મન માં મારા, કરજો વાસો।

બાકી જે કઈ બચ્યુ,
એને સુધારજો
ભવોભવ ની ભુખ ને મટાડજો
હવે નથી કોઈ ઈચ્છા, સુખે થી જીવાડજો।

હસમુખ અમથાલાલ મહેતા

સુખે થી જીવાડજો... Sukhe
Sunday, September 16, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 September 2018

બાકી જે કઈ બચ્યુ, એને સુધારજો ભવોભવ ની ભુખ ને મટાડજો હવે નથી કોઈ ઈચ્છા, સુખે થી જીવાડજો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success