સુરજકિરણ
મંગળવાર,10 ડિસેમ્બર 2019
માનવતા ની મહેક રહી હંમેશા
દિલ માં ઉઠતી રહી આશા
જ્યારે પણ મન માં ઉઠી નિરાશા
સુરજ ની કિરણો એ એને જગાડી સહસા।
શોધું હું બધાને ચારેકોર
મચે છે ઘણો શોરબકોર
કોઈ સ્વાર્થ માં શોધે પોતાનોમારગ
રાખે જીવન નો ઉદ્દેશ અને અનુરાગ।
છતાં માનું હું બધાને આપણા બંધુ
તે બધા કરે અટ્ટહાશ્ય અને હસે ખંધુ
બનાવા માંગે એ પોતાનું સઘળુ
પુરવાર કરવા માગે મેદાન મોકળુ।
ઘણા દેવો નો માનવજીવન માં થાય અનુભવ
ના રહે કદી શંકા કે અવઢવ
આપણ ને જુદો જ સાક્ષાત્કાર થાય
માનવજીવન મા સાકારતા ના દર્શન થાય।
બધા નથી હોતા ભાવનાશુન્ય
તમે એને સકારાત્મક રીતે જુઓ અન્ય
બધા માં તમને કાઇક ને કાઇક સારું લાગે
તમારા અંદરનો નાહક નો ભય દૂર ભાગે।
આવુ જીવન પુણ્યાત્મા નેજ મળે
જીવન ના મનોરથ પણ ફળે
જીવન નો મર્મ સારી રીતે સમજાય
જીવનસત્વ નું કમલ કદી ના મુરજાય।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem