સુરજ ની સાખે
Friday, July 3,2020
9: 45 PM
તારા માટે મારે ભલે લડવુ પડે
દુનિયા સાથે બાથ ભીડવી પડે
હું તેની પડખે રહીશ હરઘડી
તેની સંમતિ હશે તો લગ્ન કરીશ અબઘડી।
મેં વચન આપ્યુ છે સુરજ ની સાખે
હું જોઇશ કે તે કદી ના નિસાસો નાખે
મારા પ્રતિ એને કોઈ જ ના હોય ફરિયાદ
વારંવાર એનું મુખડુ અપાવે યાદ।
આવા સંબંધ માટે વારંવાર આવે અડચણ
લોકો પણ કરે વારેવારે ચણભણ
હવન માં હાડકુ નાખવાનો પ્રયાસ કરે
મન મા અદેખાઈ રાખી બળી મરે।
આવા સંજોગો માં થાય ખરાખરી નો ખેલ
પણ ના ખરે કિલ્લા ના કોંકરા જો હોય ખરો મેળ
ભરો ડગલા પુરા આત્મવિશ્વાસ અનેભરોસા સાથે
રાખો સુમેળ એવો કે કદી ના બેસો માથે।
આવો મારો જીવન માટે નો અભિગમ
હું સમજુ એને ગંગોત્રી નો સમાગમ
ભલે ને જીવન ની ના પડતી હોય ગતાગમ
પણ કદી ના દેખાડવો માણસો પ્રત્યે અહમ।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આવો મારો જીવન માટે નો અભિગમ હું સમજુ એને ગંગોત્રી નો સમાગમ ભલે ને જીવન ની ના પડતી હોય ગતાગમ પણ કદી ના દેખાડવો માણસો પ્રત્યે અહમ। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal