સ્વર્ગ ના દ્વાર.. Swarg Poem by Mehta Hasmukh Amathaal

સ્વર્ગ ના દ્વાર.. Swarg

સ્વર્ગ ના દ્વાર

મંગળવાર,7 ઓગસ્ટ 2018

સિંહ ની સાંભળી ત્રાડ
આવી ગયા યાદ, માના લાડ
સંસાર માં રહેવું અને મગર જોડે વેર
સમજ સમજ નો ઘણો ફેર

આ દુનિયા પણ છે અજાયબ
સ્નેહ હંમેશા રહે છે ગાયબ
તું ને હું બેઉં સરખા
આવ ભાઈ આપણ બંને સરખા

સંસાર નો છે જ નિયમ
કુદરત તો હંમેશા ની જ છે કાયમ
સારા ને સારો શિરપાવ
ખરાબ ને મળે ખરાબ વર્તાવ।

સંસાર માં આપણે જ ટેવાવું પડે
ઘણી વખત નીચે પણ જોવું પડે
ઘણી વખત શરમાવા જેવું પણ થાય
પણ અંતે બધું સારું થઇ જાય।

સંત ની વ્યાખ્યા માં આપણે ના આવીએ
પણ કર્મ તો સારા કરીજ શકીએ
બીજાના ટીકા પાત્ર ના બનીએ
અને હંમેશા આદર ના ભાગીદાર બનીએ।

સંસાર આપણા માટે છે
ભવસાગર તરવા સાટે છે
જેવું કર્મ નું ભાથું બાંધશું
તેવી જ ગતિ ને પામશું।

સ્નેહ આપણા માં ફુટફુટ ભર્યો છે
દાન નો મહિમા આપણે જોયો છે
કરુણા નું પાલન કરી આપણે જીવનપર્યન્ત સુખ ને ભોગીએ
સમય આવે સ્વર્ગ ના દ્વાર ખુલવાની રાહ જોઈએ।

હસમુખ અમથાલાલ મહેતા

સ્વર્ગ ના દ્વાર.. Swarg
Tuesday, August 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Darma Wati 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Imposible Posible 5 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome Sanjay Doshi 17 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success