તમારી આ મીઠી.. tamari aa mithi Poem by Mehta Hasmukh Amathaal

તમારી આ મીઠી.. tamari aa mithi

Rating: 5.0

તમારી આ મીઠી

તમારી આ મીઠી, અમી નજરો તો
કશું કેહવાને મજબુર કરે છે
મુખડા ની લાલીમાં ને તરસતી આંખો
કશું કેહવાને પ્રેરિત કરેછે। તમારી આ મીઠી

નજર તમારી જ્યાં જ્યાં ઠરે છે
ઉદય ચેતના નો સંચાર કરે છે
શુષ્ક, વેરાન ને ઉજ્જડ બાગો ને
નવપલ્લવિત કરી સજીવન કરે છે।તમારી આ મીઠી

નજર તમારી શું શું કહે છે?
અબોલ હૈયું ફફડ્યા કરે છે
આપેલો અણસારો સમજાતો નથી
મનમાં ને મનમાં રોયા કરે છે। તમારી આ મીઠી

ઢાળે લી નજરોના, છુપાયેલા હેત માં
નીશ દિન નિહાળુ રૂપ અનેક
શીતળ જળ વહે બધી નદિયોં માં
પ્રતિબિંબ નિહાળું, રોજ અનેખું। તમારી આ મીઠી

ઝુકાવેલી નજરો માં પ્રીત ઢળી છે
મન માં ને મન માં ખુબ વસી છે
ઉઠેલી નજરો નું ઘેલું થયું છે
નજરોના મરણ થી ઘાયલ થયું છે। તમારી આ મીઠી

નજર ઉઠાવો તો શરમ ના શેરડા
ગાલો માં ખંજન પેદા કરે છે
નજર થમાવો તો દમન નાં કોરડા
દિલ ને વીંધી ને પીડા કરે છે।તમારી આ મીઠી

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success