તમે ઉડી જાજો... Tame Poem by Mehta Hasmukh Amathaal

તમે ઉડી જાજો... Tame

Rating: 5.0

પ્રેમી પંખીડા
બુધવાર,17 ઓક્ટોબર 2018

પ્રેમી પંખીડા, તમે ઉડી જાજો
મારો પણ સંદેશો લેતા જાજો
નથી કોઈ મળવાની આશ હવે!
મારી તો થઇ છે બુરી વલે।

નહોતોકર્યો પ્રેમ જુગાર સમજી ને
મળી ગઇ આંખો પ્રેમ ને દર્શાવી ને
અમે એને વધાવી અને કર્યો એકરાર
પણ અચાનક આવી ગઈ જીવન માં દરાર।

તમે છોડ્યું શહેર
અને મચાવ્યો કાળો કેર
દિલ ને આપ્યો મસમોટો આંચકો
પટકાણો ઊંધે માથે જયારે ચાલ્યો હિંચકો।

મન માં થાય ઘણું દુઃખ
થઇ આવે મન લેવા ને વખ
આવા પ્રસંગ કૈંક આવી ને ગયા
પણ મન ને જરૂર મજબૂત કરતા ગયા।

પ્રેમ બધા ના નસીબ માં ના હોય
અને જો હોય તો તેનો અર્થ ના સમજાણો હોય
પ્રયત્નો તો બધા કરતા હોય
પણ સફળ તો કોઈજ થાય।

આવા પ્રેમ ના પારખા થાય ડગલે ને પગલે
ઘણા નાસીપાસ થાય અનેથાય બુરી વલે
ઘણા સફળ થાય અને બધું પાર ઉતરે
પણ બધું સમુસુતરું ઉતરે સરવાળે।

હસમુખ અમથાલાલ મહેતા

તમે ઉડી જાજો... Tame
Wednesday, October 17, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 17 October 2018

આવા પ્રેમ ના પારખા થાય ડગલે ને પગલે ઘણા નાસીપાસ થાય અને થાય બુરી વલે ઘણા સફળ થાય અને બધું પાર ઉતરે પણ બધું સમુસુતરું ઉતરે સરવાળે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 October 2018

આવા પ્રેમ ના પારખા થાય ડગલે ને પગલે ઘણા નાસીપાસ થાય અને થાય બુરી વલે ઘણા સફળ થાય અને બધું પાર ઉતરે પણ બધું સમુસુતરું ઉતરે સરવાળે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success