તે જ જોવાનું..tej jovaanu Poem by Mehta Hasmukh Amathaal

તે જ જોવાનું..tej jovaanu

તે જ જોવાનું

નજર લાગી છે આજે
કહેતા પણ મન લાજે
આપને ક્યાં ઉભા છીએ?
સ્નેહ ની સરવાણી ને ભુલાવી ચુક્યા છીએ

આપને જ પથ ભૂલ્યા છીએ .
'પાણી ની પરબ નું મૂલ્ય' ચૂકવવા નીકળ્યા છીએ
ક્યાં છે આજે નવપલ્લવિત જીવન?
કોને શોધી ને કરશું નવજીવન!

આજે પણ મન માં ઓરતા છે
નદી ના પુર પણ ઓસરતા હોય છે
પણ કેમે કરીને કૈંક કરવાનું મન થાય છે
જાણે કોઈ રૂપવતી સ્ત્રી ને જોઈ 'ઘર માંડવાનું મન થાય છે'

કદાચ નદી એ વહેંણ બદલ્યું હશે
માણસે પણ તોલી ને જ કહેણ કહ્યું હશે
પણ મુલવજો એના કહેણ ને
કૈંક તો એનો મર્મ હશે ને?

'હું ભૂલો પડી' ને પણ પાછો વળું તોય ઘણું
આપને માનવી ને શાનું હોય રીસામણું?
'બસ મળે કોઈ સામે' તો ધીરે થી પૂછવાનું!
અંતર મન ને જન્જોડવાનું એક જ બહાનું

હું તો બસ પથગામી
નર્યો સામાન્ય આસામી
મારે તો બસ ભવ નું ભાથું જ બાંધવાનું
કોઈ ને પણ દુખ નાં લાગે તે જ જોવાનું

Monday, December 22, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 December 2014

Hitesh Bhagat likes this. Hasmukh Mehta wwwelcome Just now · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 December 2014

તે જ જોવાનું નજર લાગી છે આજે કહેતા પણ મન લાજે આપને ક્યાં ઉભા છીએ? સ્નેહ ની સરવાણી ને ભુલાવી ચુક્યા છીએ આપને જ પથ ભૂલ્યા છીએ.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success