ઉમેરીશ હું રાગ Umerish Hun Poem by Mehta Hasmukh Amathaal

ઉમેરીશ હું રાગ Umerish Hun

ઉમેરીશ હું રાગ

નથી મળી આજસુધી દિલ ની સમ્રાજ્ઞિ
બસ મન માં પજવલ્લીત થયો છે અગ્નિ
પામવો છે મારે તારો સુંવાળો હાથ
રાખવો છે જીવન ભાર સંગાથ

તારા મૃગનયન નો હું કાયલ
દિલ થી થયોછું ખરેખર ઘાયલ
દિલ વારંવાર વિચલિત સાંભળી પાયલ
ઉપર થી તંગ કરે આ કાળી કોયલ

જીવન ની આ એકજ છે આકાંક્ષા
કેમ કરાવો છો પ્રતીક્ષા?
શું આપવી પડશે મારે પરીક્ષા?
કે પછી જીવનભર મળશે શિક્ષા?

તારો પડ્યો બોલ જીલવા તૈયાર છું
સાગર કહે તો સાગરતરવા તૈયાર છું
પણ એક વાત તો કહે?
હાલીશ મારા હારે?

તને બતાવીશ મારો સ્વપ્નમહેલ
તું કરજે તો ખરી એક પહેલ
બધા ખડેપગે કરશે તારી સેવા
દાસી ઓ બધી નાખશે પંખાની હવા

હું હોઈશ સપનાનો રાજકુમાર
દાખલ થઈશ દબદબાભેર દરબાર
હજૂરિયા બધા હજુરી કરશે
મારી આગતા સ્વાગતા પુરેપુરી કરશે।

બસ તું કહી દે "હા" અને મજૂરી આપ
બધું સુખરૂપ થઇ જશે આપોઆપ
આપણો થશે મધુરો મિલાપ
પછી ક્યાંથી રહેશે સંતાપ?

જીવન માં એક તાર તારો
એમાં ઉમેરીશ હું રાગ મારો
સંગીતમય હશે પૂરું વાતાવરણ
નવપલ્લવિત થશે આ સુકાબેટ જેવું રણ।

ઉમેરીશ હું રાગ Umerish Hun
Thursday, January 5, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 January 2017

welcome robin bliss Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

welcome soni niraj Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

welcome ashish modi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 January 2017

જીવન માં એક તાર તારો એમાં ઉમેરીશ હું રાગ મારો સંગીતમય હશે પૂરું વાતાવરણ નવપલ્લવિત થશે આ સુકાબેટ જેવું રણ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success