જન્મદિવસ ની વધાઈ
બુધવાર,25 સપ્ટેમ્બર 2019
આજે તારો જન્મદિવસ
હું થઇ જાઉં નર્વસ
કેટલી બધી દૂર છે મારાથી?
પણ મને ગર્વ છે તારા બધા સપના થી।
હું તને ઘણા બધા અભિનંદન આપી દઉં
મન થી ઘણા બધા આશીર્વાદ આપી દઉં
તું ઘણી આગળ વધે અને બધું સુખ પામે
તારા સપના મૂર્તિમંત થાય અને સફળતા ને પામે।
એકલી હોઉં ત્યારે પાછળ ની યાદ માં ખોવાઈ જાઉં
તારા પહેલા રુદન ની મને યાદ આવી જાય
અમારા જીવન માં તું સુખ નો સુરજ લઈને આવી
ખુશી ખુશી હું તને જોતી જ રહી।
કેટલી બધી નાજુક
અને પરી સમાન ગોરો ચેહરો અને સુંદર નાક
મારી ખુશી નો કોઈપારના રહ્યો
મન અંદર થી ખુશી નો અવાજ કરતો રહ્યો।
દિવસો પાણી ની જેમ વહી રહયા
તારી સુંદર યાદો ને અપાવતા રહયા
આજે તું દૂર છો તેથી સતાવતા પણ રહયા
તારો સુંદર અવાજ સાંભળવા માટે તરસી રહયા।
મને થાય છે હું ઉડીને તારી પાસે આવું
મારો ઘણો બધો સ્નેહ તને આપુ
મારા હાથે કોળિયો ખવડાવું
તું ખાતી જાય અને હું તારી પીઠ ને થપથપાવુ।
તારી વહાલી મમ્મી
ચારુ
મને થાય છે હું ઉડીને તારી પાસે આવું મારો ઘણો બધો સ્નેહ તને આપુ મારા હાથે કોળિયો ખવડાવું તું ખાતી જાય અને હું તારી પીઠ ને થપથપાવુ। તારી વહાલી મમ્મી ચારુ Hasmukh Amathalal
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મને થાય છે હું ઉડીને તારી પાસે આવું મારો ઘણો બધો સ્નેહ તને આપુ મારા હાથે કોળિયો ખવડાવું તું ખાતી જાય અને હું તારી પીઠ ને થપથપાવુ। તારી વહાલી મમ્મી ચારુ Hasmukh Amathalal