વ્હાલસોયી દીકરી
મારી વહાલી દીકરી
તૅ તો ભારે કરી
લક્ષ્મીજી થઈને આવી તો ખરી
દિલ પણ બધાના લીધા છે હરી।
તારો એક એક બોલ
અમને કરાવે કિલ્લોલ
અમે ઉઘાડી આંખે જોતાજ રહીએ
સપનો ની નગરી માં ગરકાવ થઇ જઈએ।
કાલ ની ચિંતા આજે ઉદભવે
મન માં કેટલા કેટલા વિચારો ને લાવે
પણ પછી થાય કે એતો પારકી થાપણ
થઇ જાય અશ્રુની જમાવટ અને ભીની થાય પાંપણ।
કાલે તું પારકી થઇ જઈશ
પણ અમને કરી જઈશ પરવશ
એક બંધન મા બાપનું
લોહીના સગપણ નું।
બધાને હોય એક એક દીકરી
લાગે ઘર માં જાણે પરી
સાક્ષાત જાણે પરોણાગત માટે આવી
અને વ્હાલસોયી દીકરી નું ઉપનામ પણ લેતી આવી ।
તારો એક એક બોલ અમને કરાવે કિલ્લોલ અમે ઉઘાડી આંખે જોતાજ રહીએ સપનો ની નગરી માં ગરકાવ થઇ જઈએ।
welcoem rupal bhandari Unlike · Reply · 1 · Just now
welcome manisha mehta Unlike · Reply · 1 · Just now Unlike · Reply · 1 · Just now
welcome arvind bhandari Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome arvind bhandari Unlike · Reply · 1 · Just now