વણાયેલા એકજ તાંતણા Vanaayelaa Poem by Mehta Hasmukh Amathaal

વણાયેલા એકજ તાંતણા Vanaayelaa

વણાયેલા એકજ તાંતણા


બધાજ તો છે આપણા
વણાયેલા એકજ તાંતણા
ટકી રહ્યા છીએ મજબૂતી થી
સાથેજ છીએ સમજુતી થી।

સ્પર્શ માત્ર થી અનુભૂતિ થાય
ખાલી સહવાસ થી વસ્તી થાય
ઘર જાણે સ્વર્ગ નો પર્યાય લાગે
ધરતી પાર નો મહાલય લાગે।

દૂર થઇ જાઓ તો ચિંતા થાય
વળી પાછા ઓચિંતા આવી જાય
એકબીજાને જોવાની વૃત્તિ જ તીવ્ર થતી જાય
'બસ ઘર એજ ધરતી છેડો' એમજ કહેવાય।

આપણા થી વિરહ થાય
તાપણા થી દાહ થાય
બન્ને ની તાસીર એકજ
લાગે મન માં લાગણી સહજ।

સમજી અને સંપી ને રહીયે
સ્વર્ગ અને નર્ક અહીં જ અનુભવીએ
એક બીજા ને સમજીશું તો સંસાર તરી જઈશું
સુખી અવતાર ને સાર્થક કરી ધન્યતા અનુભવીશું।

વણાયેલા એકજ તાંતણા Vanaayelaa
Friday, February 3, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 February 2017

બધાજ તો છે આપણા વણાયેલા એકજ તાંતણા ટકી રહ્યા છીએ મજબૂતી થી સાથેજ છીએ સમજુતી થી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success