વાંસળી વાગે
Tuesday, August 27,2019
11: 32 PM
મન માં ને મન માં વાંસળી વાગે
દિલ માં ને દિલ માં સુર એના લાગે
પહુંચે કે ના પહુંચે બોલ મીઠા લાગે
દિલ કરે વાત એવી સંભળાય ઘણી આઘે।
આ તો ઉદ્ભવેલી મન ની ભાવના
નથી લાગતી મને એની સંભાવના
પણ મન માં જાગી એવી એક ખેવના
રહી રહી ઉઠી સારી સદભાવના।
દિલ ના તાર મારા ઝણઝણી ઉઠ્યાં
લાગણી ના પુર માં ઉમટી પડયા
હવે રહી વાત સમજાવવાની
ઉર્મિઓને તાજી અને મૂર્તિમંત કરવાની
સંભાવના મને ઓછી લાગે
તુચ્છતા નો દિલમાં ભાર લાગે
ના સહેવાય ને ના કહેવા ધારે
કેમે લાંગરશે નાવ કિનારે?
પ્રેમીઓ ના ધબકતા દિલ ને
સાંભળજો જરા ધ્યાન દઈ ને
કઠોર ના બનશો વ્યર્થ ગુસ્સા માં
મારી ના બેસજો ખોટા જુસ્સા માં।
સહન તો એ કરી લેશે
વગોવણી પણ માથે લેશે
બદનામી ના સૂરો સાંભળશે
એની વ્યથા કોણ સાંભળશે।
હસમુખ અમથાલાલ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
સહન તો એ કરી લેશે વગોવણી પણ માથે લેશે બદનામી ના સૂરો સાંભળશે એની વ્યથા કોણ સાંભળશે। હસમુખ અમથાલાલ Hasmukh Amathalal