વસંત ના વાયરા
Monday, August 19,2019
10: 09 AM
નહોતા ગમતા મને, વસંત ના વાયરા
તેણે આપ્યા હતા ઘણા બધા વાયદા
નિભાવ્યા નથી તેણે સદા
ભૂલી ગઈ એને સર્વદા।
ઝૂમી ઉઠ્યાં યુવાની ના ફૂલ
વસંત આવી કુસુમિત બનીપ્રફુલ
મહેકી ઉઠ્યું, માદક બની વાતાવરણ
જાને ઓઢી લીધું અનાવરણ।
પાનખર આવી ને ગમગીન બનાવી ગઈ
તારી યાદો ને તાજા કરી ગઈ
તું હતી સદા પ્રફુલ્લિત અને તાજાતરીન
હંમેશા રાખતી મને ખબર થી નવીન।
વર્ષા એ મને ભીંજવી દીધો
તારી યાદોં માં ડુબવી દીધો
તું હતી સદાબહાર ફૂલો જેવી
ખીલતી રહેતી તેની કળી જેવી।
નથી કોઈ ફરિયાદ કૂદરત ની સામે
તું તો હંમેશા નજરોની સમક્ષ આવે
તારું હાસ્ય મને રડાવી જાય
ભૂતકાળ ની ભરમાર માં ડુબાવી જાય।
આવો છે તરલ અને મહેકતો સંસાર
માણો કે ના માણો પણ તેનો મહિમા અપાર
આજે આવ્યા ને કાલે જતા રહેવાના
મન ના અભરખા મન માં રહી જવાના।
હસમુખ અમથાલાલ મહેતા
Sanjay Pansare Sanjay Pansare 👏👏👏 1 Hide or report this Like · Reply · 2h
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Sanjay Pansare ખૂબ સરસ મજાની 1 Hide or report this Like · Reply · 2h