વિચાર નો વિચાર Vichaar Poem by Mehta Hasmukh Amathaal

વિચાર નો વિચાર Vichaar

વિચાર નો વિચાર

જીવન જ છે અકારણ
ત્યાં ના ચાલે રાજકારણ
જીવવાનું પણ તમારે
મરવાનું પણ આવે જ્યારે।

આપણે વારંવાર કહીએ છીએ
પ્રભુ ને હાથ પણ જોડીએ છીએ
મન માં રાખી લાળા
દિલ પાર વાસીએ છીએ તાળા।

આત્મા પર આપણો ના હોય અધિકાર
કરો તમે ગમે તેટલો ઉપચાર
તમારું આયુષ્ય નક્કી તમારા શ્વાસ નું ગણિત પણ પાકું
કરીલો એક નિશ્ચય પણ પરિણામ તો સાવ કાચું!

પ્રજાપતિ પકવે લાખ ઘડા
ઘણા રહે કાચા અને ઘણા માં પડે તડા
બધા ઈંડા માં થી જીવ સજીવ ના રહે
આયુષ્ય તો બસ એના હાથમાં જ રહે।

આટલું હોવા છતાં આપણે તેના કાબુમાં નથી
જાણતા હોવા છતાં સ્વાર્થ ને તિરસ્કારતા નથી
'છોડી ને જવાનું છે'તેમ છતાં ધન નો મોહ છોડી શકતા નથી
વિચાર નો વિચાર કરતા મોત ને પણ આવકારી શકતા નથી।

વિચાર નો વિચાર  Vichaar
Thursday, July 20, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcoem rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome manisha mehta Like · Reply · 1 · Just now

0 0 Reply

આટલું હોવા છતાં આપણે તેના કાબુમાં નથી જાણતા હોવા છતાં સ્વાર્થ ને તિરસ્કારતા નથી છોડી ને જવાનું છેતેમ છતાં ધન નો મોહ છોડી શકતા નથી વિચાર નો વિચાર કરતા મોત ને પણ આવકારી શકતા નથી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success