વિચાર... Vichar Poem by Mehta Hasmukh Amathaal

વિચાર... Vichar

વિચાર

મંગળવાર,7 ઓગસ્ટ 2018

સાંભળી લો જગત ના તાત
મારે કહેવી છે તમને એક વાત
તમે નથી થયા મ્હાત
પણ ના બતાવશો તમારી તાકાત

આ તો છે કુદરતી આફત
કૈં ના મળે આપણ ને મફત
તમે કરો છો જીવન ની રક્ષા
પણ ના આપશો અકારણ શિક્ષા।

સમાજ ના તમે રખેવાળ
તમારા દુધ ની રાહ જુએ બાળ
રસ્તા પર ના ઢોળશો કરી અપમાન
લડત ચાલુ રાખી સાચવી સન્માન।

આપણા જ લોકો એ તમને હરાવ્યા
તમારા પાક થી આ લોકો માલામાલ થયા
તમોને અંધારા માં રાખી લાખ્ખો નો માલ ચાઉં કર્યો
પછી તમોને ચડાવી આંદોલન નો હાઉ ઉભો કર્યો।

ગામેગામ તમારા પ્રતિનિધિ ને નીમો
તમારા પશુધન અને પાક નોં લો વોમો
વધારે ઉપજ નૂ મૂલ્ય કેમ મળે તેનો ઉપાય શોધો
તમે જ ઉભા કરો શ્રોત અને ચલાવો ધંધો।

આ એકજ ઉપાય છે
તમે લાચાર નથી
તમારા મળતિયા જ તમને નીચા દેખાડે છે
માલ ને વાગેસંગે કરી ખોટ વતાડે છે।

ભલે સગો હોય કે નાતભાઈ
વ્યવહાર માં એના રાખો સગાઇ
જો લાંચીયો અને કરુંભગત છે તો છે જ
નક્કી કરો એને આપણે બકાત રાખવો છે જ।

જીવન ટૂંકાવવાનું ના હોય
એનો ઉપાય શોધવાનો હોય
જેમ કીડી પણ વરસાદ આવતા પહેલા સંઘરો કરે છે
તમારે પણ આનો વિચાર કરવાનો છે।

હસમુખ અમથાલાલ મહેતા

વિચાર... Vichar
Tuesday, August 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

welcome pravin rathod pravin 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 August 2018

tushar thaker 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success