વિદાય -પુણ્યતિથિ
શનિવાર,11 સપ્ટેમ્બર 2021
આજે તમારી પુણ્યતિથિ
નજર સમક્ષ આવે અત થી ઇતિ
જીવન ની અમૂલ્ય ઘડીઓ અને સ્મૃતિ
કરાવે હરપળ પ્રપીતી.
બની ગયુ છે એક સંભારણું
જીવનભર ભાથું અને ભાણું
કેમે કરી હું ગાવું ગાણું?
શું ભૂલું અને શું વખાણું?
તારી યાદ માં ખોવાઈ જાયે
અશ્રુભીની આંખો ઝળઝળિયાં લા
મન વ્યથિત અને દુઃખી થઇ જાવે.
વેદના ઉઠે ભીતર અને શોક ઘણો મનાવે.
સમય ની બલિહારી અને હું ગયો હારી
ખોવાઈ જાવું ભૂતકાળ માં સ્મૃતિ ને ભંડારી
સંબંધો ની મહત્તાને ખુબ યાદ કરી
કામના કરું શાંતિ ની પ્રભુ ને યાદ કરી
આવેશ માં આવેલ ગુસ્સા ને તમે શમાવતા
શાંતિ થી સમજાવતા અને ખમાવતા
પારકા ને પોતાના કરી મોટું મન બતાવતા
શોભાવ્યું મારુ ઘર બતાવી માનવતા.
કોણે જાણ્યું અને કોણે વખાણ્યું!
જીવતર તમે જીવ્યા અને ઉજાળ્યું
ના જાય કોઈ તરસ્યો કે ભુખ્યો
તમારો અંત તમેજ સમજ્યા અને લખ્યો.
હૂતો નિહાળી જ રહ્યો તમારી વિદાય
મન ચિંતાગ્રસ્ત અને પાછળ હતો સમુદાય
પણ વસમી હતી ઘડી અને અસહ્ય હતો કાળ
તમે તો લીધો વિરામ અને થઇ ગયા ભૂતકાળ.
ડૉ. હસમુખ મેહતા
વડાલીવાળા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem