યાદો છે Yaado Poem by Mehta Hasmukh Amathaal

યાદો છે Yaado

યાદો છે

હાથના કંગન જોવા અરીસા ની મદદ ના લેવાય
આડેધડ કોઈપણ નિર્ણય ના લેવાય
તથ્ય આધારિત જ આપણે જીવન વ્યતીત કરવાનું હોય
જીવન ને પ્રેમ કરવાનો જ હોય।

જીવન અને મૃત્યુ
બે અલગ પણ સિક્કા ની બે બાજુ
એક બીજાની પૂરક નિશાની
ના હોવી જોઈએ કોઈ હેરાની।

આ બધુજ જાણમાં જ છે
જીવન નો સાર વિતાવવા માં જ છે
જીવન નો અંત આવવો એતો એનુ સબળ પાસું
જીવન ને આપણે જાણ્યુ, પારખ્યું અને કહ્યુ સારું નરસું।

જીવનસાથી ની સાચી પરખ
રહે જીવન હંમેશા હરખમય
વય તો સઢ વગર પણ નાવ સાથે આગળ વધતી જાય
હલેસા મારતા જાવ અને મોજ માનતા માનતા મુખડું મલકાય।

એક ની વિદાય અને બીજાની કઠિણાઈ
યાદ આવે કેવી વાગી હતી શરણાઈ
હવે ના રહી એ વાત બસ યાદો માં હું તણાઈ
માયા માં હું કેવી ઓળઘોળ થઇ અને ભરમાઈ।

આજે એ નથી પણ યાદો છે
કરેલા અને યાદગાર સંવાદો છે
એ કહેતા' જવા દો આ જવાની ને '
એને કરવીજ છે ને મન માની।

જીવન નો ગૂઢ અને યથાર્થ
આપણેજ કાઢવાનો છે અર્થ
પણ આપણે નથી સમર્થ!
કે નથી એટલુ સામર્થ્ય

યાદો છે Yaado
Wednesday, March 22, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 22 March 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 March 2017

welcome Purvesh Maheta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 March 2017

welcome Maya Goswami Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 22 March 2017

હાથના કંગન જોવા અરીસા ની મદદ ના લેવાય આડેધડ કોઈપણ નિર્ણય ના લેવાય તથ્ય આધારિત જ આપણે જીવન વ્યતીત કરવાનું હોય જીવન ને પ્રેમ કરવાનો જ હોય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success