મન ને જીતી નહિ સકશો Poem by Mehta Hasmukh Amathaal

મન ને જીતી નહિ સકશો

બા, બા 'ભુ ભુ '
સામેજ ઉભા છે સ્વયંભૂ
તમારી જીભ ચાલતી નથી
માં બાપ અચંબિત છે પણ અજાણ નથી।

એક એક શબ્દ કાન માં ગુંજે છે
એનો જન્મદિવસ આજે છે
પા પા પગલી કરી મન મોહી લે છે
માયા માં મન લિપ્ત થઇ થનગની ઉઠે છે।

માં બાપ શિક્ષિત નથી પણ વારસો અમુલ્ય છે
કરુણા ની ગંગા મન માં વહે છે
પુત્ર મોટો થઇ ને અમારી જીવ ઠાર શે
કેવા કેવા વિચારો નું ઘર્ષણ થતું હશે?

પુત્ર મોટો થાય અને પંથક માં પૂજાય
તેની રીતભાત બધાને પસંદ આવે પણ માં બાપ પસંદ ના કરાય
તેની ગણના ભણેલ અને સંસ્કારી બાળકો માં થાય
માં બાપ ને અંદર થી હાશ થાય।

કલેજું કપાઈ જાય જ્યારે પુત્ર બોલવાનું શીખવાડે
ઘર માં કોઈ આવે ત્યારે બે બોલ બતાડે
કાળજું કેવું કપાઈ જાય જ્યારે મન પર ચોટ થાય
બાળક ની આ હરકત પર સ્વાભિમાન નું કેટલું હનન થાય ।

એક વાત નું ઘણું મહત્વ છે
સંસ્કાર જ મોટું સત્વ છે
મળે જો વારસા માં તો ધન્ય સમજ જો
તેને સાચવી શકો તો જન્મારો સફળ જાણજો।

જેને સિંચન તમારું કર્યું છે
આજે તમે હજારો રૂપિયા કમાતા હશો
એક શબ્દ પણ તેમના કાળજા ને વીંધે તો જાણજો
તમે કોઈ કાળે તેમના મન ને જીતી નહિ સકશો।

મન ને જીતી નહિ સકશો
Monday, February 13, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 February 2017

welcome dr kanusing solanki Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 February 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success