વડા નુ નિધન Poem by Mehta Hasmukh Amathaal

વડા નુ નિધન

વડા નુ નિધન
Monday, November 4,2019
2: 27 PM

કુટુંબ ના વડા નુ નિધન
બનાવી દે તમોને નિર્ધન
હુ મનોગ્રસ્ત થઇ દુઃખ અનુભવ્યું
જીવન ના સપના ને ખંડિત થતુ જોયુ।

પણ દીકરી ની કાલી કાલી ભાષા
મને થઇ આવી ઉજળી આશા
"મા, પાપા ક્યાં ગયા"?
તને કેમ રડાવી ગયા?

હું જોતી રહી તેની આંખો
મારે સાંભળવો છે આખો મનખો
મેં ખંખેરી નાખી મારી નિરાશા
મને ઉદ્ભવી એક નવીજ આશા।

"ક્યારે મોટી થઇ ગઈ" મને ખબર જ ના પડી
એને વળાવવાની આવી પડી ઘડી
એના હાથ પીળા કરવાની ઉઠી મન માં મહેચ્છા
આજ તો હતી એમની આખરી ઈચ્છા।

મારે ને સુખે રૂપે વિદાય કરવી છે
એની આંખો માં મારે શ્રધ્ધા રાખવી છે
એ કરશે જ મારું નામ રોશન
બીજા ના ઘરનું પણ કરશે સુશોભન।

એ રહી મારી આંખ નું રતન
સાચવી ને મેં કર્યુ ઘણુ જતન
રહી સદા અતૂટ ભાગ મારે તન
મારે કરવું પડશે કઠણ મન।

નહિ પાડવા દઉ મારા આંસુ
થશે બધું સુખરૂપ અને સુચારુ
થશે એ વિદાય મારા ઘર થી
ઝળહળશે એનો સંસાર "વર " થી

હસમુખ મહેતા

વડા નુ નિધન
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 04 November 2019

This is a brilliantly penned poem that brings emotion on reading. An amazing sharing is done really.

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success