ઢોલીડા ઢોલ તુ વગાડ Poem by Mehta Hasmukh Amathaal

ઢોલીડા ઢોલ તુ વગાડ

ઢોલીડા ઢોલ તુ વગાડ
Friday, November 22,2019
9: 16 AM

ઢોલીડા ઢોલ તુ વગાડ
મારી ઉર્મિઓ ને તું જગાડ
ભૂલવા પડશે મા-બાપ ના લાડ
મને લાગ્યો છે લગ્ન નો વળગાડ। ઢોલીડા ઢોલ તુવગાડ

મારા પગ ધીરે થી થીરકે
ઉમંગ આવે બહાર એક ઝટકે
મારા સપનો ની વણઝાર ના અટકે
હું તો ખોવાઈ જાઉં હટકે। ઢોલીડા ઢોલ તુવગાડ

મારે જાવું સાજન ના ઘેર
પછી તો થઈ જશે લીલાલહેર
મન માં ઉઠીછે એક લહેર
પ્રભુ કરજો મારાપર મહેર। ઢોલીડા ઢોલ તું વગાડ

આજે મન થયું છે મસ્ત
સુરજ ના થાય કદી અસ્ત
સોળે કળાએ ખીલે
મારા મન ને એ મોહી લે। ઢોલીડા ઢોલ તુવગાડ

સ્ત્રીઓ ની એકજ છે લાલસા
મન ની મોટી અભિલાષા
પ્રભુ કરજો પુરી આશા
ના દેજો કદી હતાશા। ઢોલીડા ઢોલ તુ વગાડ

આવ્યો અનેરો પ્રસંગ
મારે ચાલવું એને સંગ
મને લાગ્યો છે સ્નેહ નો રંગ
મારા ખોરડા માં અનોખો ઉમંગ। ઢોલીડા ઢોલ તુ વગાડ

ધીરે થી આંસુડા છલકે
હર્ષ ના આવેગ થી ટપકે
મારૂ મન હળવે થી રોવે
બધા ની માયા કેમ જાવે। ઢોલીડા ઢોલ તુ વગાડ

હસમુખ અમથાલાલ મહેતા

Friday, November 22, 2019
Topic(s) of this poem: november
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success