નવા સોપાન
બુધવાર,27 નવેમ્બર 2019
અમારા પરી બેન
મોટા મોટા નેણ
ધીમા બોલે બોલ વેણ
ભણવા માં પણ અવ્વલ।
એમનો આજે જન્મદિવસ
આમ તો આવે વરસો વરસ
પરીબેન એને બનાવી દે ખાસ
ઘર માં આનંદ લાવી દે પછી ભલે હોય અમાસ।
અમારા ઘર ની લક્ષ્મી
એમની વાણી માં પણ હોય અમી
ખાવા માં ઘણા પાછળ
પણ ભણવા માં આગળ
એમને જોઈને દિલ ઠરે
વાતો ઘણી ધીમે ધીમે કરે
ઘણા ગભરૂ અને સંવેદનશીલ
પણ હંમેશા રહે પ્રગતિશીલ।
એમને જોઈ ને મળે ઠંડક
વાત કરે ધીરે પણ કહે બેધડક
હું તેને જોતો રહું અને વિચારું
અમારું જીવન વીતે શાંત અને સુચારુ।
મારા ખુબખુબ આશીર્વાદ
હંમેશા તે છે અપવાદ
કદી ના માગે મદદ
પણ સંભાળ રાખે સતત।
દીકરીઓ નું ઘર માં ઘણું માન
આપણુઊંચું રાખે અને અપાવે સન્માન
મને આશા છે તે સ્થાપશે કીર્તિમાન
અને સારશે નવા નવા સોપાન
હસમુખ અમથાલાલ મહેતા
welcome Urvi Mehta 12 mutual friends Add Friend Kavita Parashar 3 mutual friends Add Friend
C.r. Patel 10 mutual friends Add Friend 31 mutual friends Add Friend Vijal Mehta 16 mutual friends
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Heena Sheth 27 mutual friends Message