મારૂ ગામ- વડાલી
મંગળવાર,20 ઓક્ટોબર 2020
મારું વતન વડાલી
હું કેમ જાઉં એને ભૂલી!
મારું ગામઅને ધરતી મને ખુબજ વહાલી
ગામ માં ખમીરવંતી પ્રજા અને ખુબજ હરિયાળી।
મારુ રોમેરોમ ગામ ને આભારી
અમારા જીવન ને ઉગારી
આપ્યું નવું રૂપ અને કલેવર
શિક્ષા અને ગુરુજનોએ બનાવ્યા આત્મનિર્ભર।
આવા ગામ માટે મારા હૃદયપૂર્વક નમન
નામ લેતાજ મસ્તક થઇ જાય ગદગદ
જુના મિત્રો અને વડીલો ને મળતાજ યાદ તાજી થાય
જીવન નો અનુભવ વહેંચતા વહેંચતા રોમાંચ અનુભવાય।
ગામ માં રહે સોહાદપૂર્ણ વાતાવરણ
જાણે વિતાવીએ જીવન આમરણ
હજુપણ ગામ માટે પ્રેમ એવોજ છે અને રહેશે અકબંધ
ગામ જ છે પ્રેમ નો એક સેતુ કે બંધ।
હજુપણ ગામ માં છે માનવતા
તમને ભરપૂર લાગે આત્મિયતા
સાદા, નિખાલસ અને વાણી થી સાચા
તમને દિલ થી લાગે તેમના પ્રેમ ની વાચા
આવા વતન માટે પ્રેમ હોય એ સ્વાભાવિક
હું બની જાઉં પ્રેમવિભૌર અને ભાવિક
ઘણીવાર મને એકલતા સાલે
અને લાગે કે કોઈક તો છે જે મને સંભાળે।
ડૉ।જાડીઆ હસમુખ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ઘણીવાર મને એકલતા સાલે અને લાગે કે કોઈક તો છે જે મને સંભાળે। ડૉ। જાડીઆ હસમુખ