દુર્લભ જીવન Poem by Mehta Hasmukh Amathaal

દુર્લભ જીવન

દુર્લભ જીવન
શનિવાર,8 ડિસેમ્બર 2018

જીવન છે એક સંભારણું
ખમતી ઘરા નું ઓવારણુ
દુઃખ આવે ને સુખ જાવે
મન કદી વિચલિત ના થાવે।

જીવન નો છે એક સંયોગ
થવો જોઈ એનો સદુપયોગ
ભલે સદ્દવિચારી ના થઇ શકીએ
પણ દુર્વિચારી તો હરગિજ ના થઈએ।

આવું જીવન છે દુર્લભ
બનાવો તેને સુલભ
જીવ ને પરોપકારી બનાવો
આપણા છોકરાઓ ને પણ સંસ્કારી બનાવો।

આપણું જીવન છે નિરસ
પણ એનો નિચોડ છે કેટલો સરસ
"જેવું વાવો તેવું લણો'
તમારો જીવ પ્રભુભક્તિ માં લપટાણો।

આવું જીવન વારેવારે ના મળે
કોઈ કે વિરલા ને જ ફળે
કેટલાએ જીવો અવતરે
અને અદ્ર્શય થઈ જાય કાળાંતરે।

જીવન નો હોય એકજ મંત્ર
સમગ્ર સંસાર એજ મારું સર્વત્ર
મને પ્રભુ સારા કાર્યો કરાવે
મારા માનવજીવન ને સફળ બનાવે।

હસમુખ મેહતા

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success