નીતિ રહી Poem by Mehta Hasmukh Amathaal

નીતિ રહી

નીતિ રહી અવિશ્વાસુ

Thursday, April 5,2018
9: 33 PM


આ તોવિશ્વાસ ની વાત છે
ભરોસા પર સીધી ઘાત છે
કોઈ મૂકે તમારા પર મૂકે ભરોસો
અને તમે આપો વિશ્વાસઘાત નો ઠોંસો।

બેંક એટલે આપણી તિજોરી
પણ એના પર છે બેંક ની સરજોરી
કેટલાક લોકો એ કરી સાંઠગાંઠ
આપણી કમાઈ થી ચોરી નો વધ્યો ઠાઠમાઠ

કાળી કમાઈ માં આવે લોકર કામ
"ખુલ્લેઆમ લાંચ ના લીધે ના " પૈસા નું ના હોય નામ
બંકો ની ખુલ્લમખુલ્લા દેખાણી મીલીભગત
બધા હીરા વેપારી થઇ ગયા ભૂમિગત

કેટલાક તો ભાગી ગયા વિદેશ
દેશની આબરૂ ને લગાવીઝાંખપ
ગરીબો ની કાળી કમાણી થઇ ગઈ અદ્રષ્ય
સરકાર ની કડક કારવાઈ થી સર્જાયું નવું દ્રશ્ય।

સરકાર ના દરેક પગલાં માં વિરોધપક્ષો અવરોધ
સંસદ માં પણ ચાલુ રહ્યો ગતિરોધ
સરકાર નોપગાર અને ભત્થા પણ ચાલુ
તેમની નીતિ રહી અવિશ્વાસુ અને બચાવ લૂલો।

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success