માનવતા નો આધાર
ગુરુવાર,9 જુલાઈ 2020
શું હોઈ શકે માનવતા નો આધાર?
મારા આંસુ વહે અનરાધાર
ગરીબો પ્રત્યે કેવો હોવો જોઈએ વ્યવહાર?
શા માટે આવી વ્યવસ્થા કરી છે તારણહાર?
મને ઘણીવાર આવા વિચારો નું તેડુ આવે
મન ણીવાર ગ્લાનિ અને દુઃખ અનુભવે
આવેગ અને ઉદ્વેગ મન ને વ્યથિત કરે
પામર મનુષ્ય ને લાચારી અને અસહાયતા લાગે।
શું ગરીબ હોવુ અભિશાપ છે?
આપ એમાં વિશ્વાસ કરો છો?
મેહનત નો બીજો કોઈ પર્યાય નથી
પણ ગરીબી નું ઉન્મૂલન અસંભવ પણ નથી।
આપણા આત્મા માં હોવી જોઈએ કરુણા
આત્મસાત થવા માં ના રહી જાય કોઈ મણા
આપણે ન લાગવા જોઈએ વામણા!
ના આવવા જોઈએ વિચારો બિહામણા।
મનુષ્ય જીવન છે દુર્લભપ્રાપ્તિ
ના વેડફો એને પામવા સંપત્તિ
ના વધારો અને વેડફો શક્તિ
પામવા સંતતિ અને છેવટે અનુભવો આસક્તિ
નથી આવવાની સાથે લક્ષ્મી
યાદ આવશે ક્ષણો વેડફી
કુદરત ની પણ વહોરશો ખફગી
સાથ આવશે ખાલી કમાયેલી કીર્તિ અને નેકી।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
નથી આવવાની સાથે લક્ષ્મી યાદ આવશે ક્ષણો વેડફી કુદરત ની પણ વહોરશો ખફગી સાથ આવશે ખાલી કમાયેલી કીર્તિ અને નેકી। હસમુખ અમથાલાલ મહેતા