તમે ના કહો
શનિવાર,8 મે 2021
તમે ના કહો જાતે, રાખ ના રમકડાં
જાણી જોઈને તમે હાંકે રાખ્યા ગતકડા
જીવન તમારું જાણે લાગે કચકડા
માટી ના બનાવેલા સુંદર ઘડા
ભાન ભૂલ્યા અને ધર્મ પણ ભૂલ્યા
લોકો ના દિલ ને ઘણા ઘણા દુભવ્યા
લોકો એ તમને ઘણા ઘણા વિનવ્યા
મગરૂર થઈને તમે કોઈનું ના માન્યા
'હું કહું એજ સાચું' વ્યર્થ માની ને બેઠા
પણ ના બન્યું ધારેલું, હાથ પડયા હેઠા
કોણ આવીને ઉઠાવશે અને કહેશે ભલા
દૂર રહો આંના થી, આતો છે બલા
આવા જીવન નો મને થયો મોહભંગ
પડી ગયો ઝાંખો ઉડી ગયો ચેહરા નો રંગ
લાધ્યું જીવન નું જ્ઞાન, નહિ આવે કોઈ સંગ
કર્યા કરમ નો ચુકાદો નહિ ચાલે એમાં કોઈ નો ઈરાદો.
ર્ડો હસમુખ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem