આંખ લડી Poem by Mehta Hasmukh Amathaal

આંખ લડી

Rating: 5.0

આંખ લડી
સોમવાર,24 મે 2021

રાતલડી રે રાતલડી
તારી ને મારી આંખ લડી
હું જોતો રહ્યો ને ખોવાઈ ગયો
તારા રૂપ ને જોઈ ને અંજાઈ ગયો

સુખ ની ઘડી હવે આવી પડી
આંખો ને આંખ માં પ્રીત લડી
દિલ ખોલી ને વાત કરી
આગળ વધીશું પ્રેમ ની કેડી

રાત વેરાની થઇ, વધી બેચેની
પળપળ ના વીતે નીંદર ખોવાણી
લોકો એ વરસાવા માંડી ટીકા ની જડી
આબરૂ ની એવી ફજેતી કરી

મને ના ખબર પડી વધી મુશ્કેલી
હામ ભીડી ને મેં રોકી હેલી
ગગન ની વર્ષી એ તરબોળ કીધો
મેં પણ મન માં ભરોસો દીધો

પેમ તો એક છે અંતર નો નાદ
ના હોવો જોઈએ એનો વિવાદ
કરતા રહીએ મીઠો સંવાદ
ના લેવો જોઈએ કોઈ નો વાદ

પ્રીત નો સંગમ અનોખો અભિગમ
ના પડે કોઈને એનો ગતાગમ
ભલે જતાવો તમે એનો ગમ
વધાવજો તમે પ્રીત નો સમાગમ

પ્રીત નો નથી હોતો કોઈ સમય
બાદ આંખો કરી લે એનો વિનિમય
ના લાગે સમય નો કોઈ નિયમ
પણ રાખો તો સારો એમાં સંયમ

જવાની માં નથી હતી કોઈ પરવા
એક બીજાને કોલ દીધા જીવવા ને મરવા
પ્રેમ કર્યો છે એક બીજાને
કેમે કરે પરવા મળવાને

ડો હસમુખ મેહતા

આંખ લડી
POET'S NOTES ABOUT THE POEM
જવાની માં નથી હતી કોઈ પરવા એક બીજાને કોલ દીધા જીવવા ને મરવા પ્રેમ કર્યો છે એક બીજાને કેમે કરે પરવા મળવાને ડો હસમુખ મેહતા
COMMENTS OF THE POEM

welcome nilesh soni

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success