અભિનંદન અને
શનિવાર,11 મે 2019
લગ્ન એક બંધન
રાખે પવિત્ર અને સજીવન
એક જ તાંતણે વણાયેલા
અને એક બીજાના વહાલા।
આવા જીવન નો છે અણમોલ લ્હાવો
સ્નેહ નો પાવન ધરો
જે અવિરતવહે અનેદર વર્ષે યાદ દેવડાવે
ને સ્નેહીઓ ને ભેગા કરાવે।
તમો ને ઘણી ઘણી શુભેચ્છા
ખુશ રહો એવી અંતર્મન ની ઈચ્છા
શામય ના વહાણા વાઈ જશે
પણ ફોરમ હંમેશા યાદ રહેશે
જીવન નો આ યાદગાર પ્રસંગ
જો સમય સુખરૂપ વીતે સંગ
એકબીજા ના સુખ ના સંગી
જીવન છે સુખી એક બીજા થકી
ફરી હું મારી ખુશી પ્રગટ કરું
તમારી સુખકારી ની વાંછના કરું
પ્રભુ દીર્ધાયુ આયુષ અર્પે
જીવન વીતે સુખે સુખે
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ફરી હું મારી ખુશી પ્રગટ કરું તમારી સુખકારી ની વાંછના કરું પ્રભુ દીર્ધાયુ આયુષ અર્પે જીવન વીતે સુખે સુખે હસમુખ અમથાલાલ મેહતા