આગ મા ઘીaag Poem by Mehta Hasmukh Amathaal

આગ મા ઘીaag

આગ મા ઘી

મગરમચ્છ ના આંસુ તો દેખો
હંમેશા ગુજરાત માટે ઉભો કરે છે ડખો
ગુજરાત ને કેટલો કેટલો અન્યાય
અને હવે નિકળ્યા છે માંગવા ન્યાય।

ગુજરાત માટે આ કલંક છે
ગુજરાત ને ધમરોળવાનો પ્રયત્ન છે
મહાગુજરાત ચળવળ વખતે પણ ગુજરાત ને રાખ્યું પછાત
અને હવે નિકળ્યા છે ઉભી કરવા છત।

કેટલા બધા પૈસા બનાવી દીધા
અનામત અનામત કરી ને બધા ને બરબાદ કરી દીધા
આખો દેશ જ ગરીબ છે
બધાને અનામત આપી દેવાની છે।

નવાનવા ભષ્ટાચારી ઓ ફૂટી નિકળ્યા છે
બિલાડી ના ટોપ ની જેમ ચારેબાજુ દેખાયા છે
ન્યાયપાલિકા ની ઉપરવટ જઈ લોકો નું અહિત કરવુંછે
નાતજાત નું પાખંડ ઉભું કરી ધન ઉપાર્જન કરવું છે।

કાયદો હાથ માં લેવો અને દેશની સંપત્તિ નું નુકસાન કરવું
પોતાની ઉદદંડતા અને અભિમાન નું નરવું પ્રદર્શન કરવું
અને પાછું દેશના ઉદ્ધારક તરીકે છાપ ઉભી કરવી
આ બધી વાતો ગુજરાત માટે છે નરવી।

આજ ગુજરાતે રમખાણો જોયા છે દ
ચૂંટણી ટાણે જ ગુનેગારો છોડી મુકતા જોયા છે
ગુજરાત માં આજે શાંતિ કાયમ છે
સરકાર નો અડીખમ નીરધાર અને અભિગમ છે।

આપણે 1200 વર્ષ પરાધીન રહયા
કોંગ્રેસ ની નીતુ થી આજે પણ આપણે ભોગવી રહયા
કાશ્મીર ભડકે બળી રહ્યું છે અને કોંગ્રેસ આગ મા ઘી નાખી રહી છે
"બાજી પલ્ટી જશે અને સતા મળી જશે" એવા દીવાસ્વપનાં માં રાચી રહી છે।

આગ મા ઘીaag
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success