આજે ના રોકો Aaje Naa Poem by Mehta Hasmukh Amathaal

આજે ના રોકો Aaje Naa

આજે ના રોકો

કોને કોને વખાણું?
તને નિહાળું
કે પછી આંખો ને ભાળું
કે પછી તેમાં મારી જાત ને ઢાળું!

હું નિહાળું રૂડા પ્રતિબિંબ ને
ગરકાવ થઇ જાઉં જોઈ બિમ્બ ને
ભગવાને તને નિરાંત માં ઘડી હસે
આ વાત મને અંતર થી કબુલ છે।

હું તો ડૂબતો ગયો
અને પ્રેમરસ માં લીન થયો
પ્રભુ હું થયો ભાગ્યવાન
એતો હતીજ મૃગનયની અને ઉપરથી પાછો ગોરો વાન।

પ્રેમ માં હું રસતરબોળ
બની રહ્યો ઓળઘોળ
વધારે મેં ના કરી પંપાળ
છૂટી રહ્યો પરસેવો કપાળ।

પ્રેમ થયો હોય તેજ જાણે
વર ને વરની મા જ વખાણે
પણ ઘાયલ ની ગત ઘાયલ જ જાણે
મૃગલી તરફડે પછી ભલેને કોઈ આવી હણે।

પ્રેમ નું આવું વરવું રૂપ
મને નથી જગ નો ખપ
મારી દુનિયા નો ઓપ જ જુદો
મને તમે આજે ના રોકો।

આજે ના રોકો Aaje Naa
Wednesday, April 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 April 2017

Jatin Vyas Wah sir....👌👌 Unlike · Reply · 1 · 17 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 April 2017

welcome jatin Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 19 April 2017

કોને કોને વખાણું? તને નિહાળું કે પછી આંખો ને ભાળું કે પછી તેમાં મારી જાત ને ઢાળું!

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success