આંખડી મારી છલકાય છે Aankhdi Poem by Mehta Hasmukh Amathaal

આંખડી મારી છલકાય છે Aankhdi

આંખડી મારી છલકાય છે

પ્રભુ સદા રટણ
વસો છો તમે કણકણ
હૃદય મારું ગદ્દગદ્દ થાય
આનંદ મને અનહદ થાય।

સ્પર્શ માત્ર થી જ ચમત્કાર
દિલ કરે છે ચિત્કાર
મારા થી કોઈ અઘટિત કામ ના થાય
પ્રભુ આપણું નામ માત્ર જ લેવાય।

અહિંસા મારા મન માં વસે
આપના મુખદર્શન થી મારું મન હસે હસે
નવકાર મંત્ર નો જાપ મને શક્તિ નો આભાસ કરાવે
જિનશાષન ની આણ મન માં વર્તાવે।

પ્રભુ કેટલો કેટલો ત્યાગ!
જીવન પ્રત્યે આટલો અનુરાગ
મન માં અરેરાટી વ્યાપી
જ્યારે કાન માં શૂળ કોઈ એ ખુપી।

ના કરું આહત મારા વચન થી
શબ્દો નું આંકલન પણ ખરા ચયન થી
આંખડી મારી છલકાય છે દર્શન માત્ર થી
કરજો વિચારો ચરિતાર્થ મારા ચરિત્ર થી।

આંખડી મારી છલકાય છે Aankhdi
Thursday, January 5, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 January 2017

ના કરું આહત મારા વચન થી શબ્દો નું આંકલન પણ ખરા ચયન થી આંખડી મારી છલકાય છે દર્શન માત્ર થી કરજો વિચારો ચરિતાર્થ મારા ચરિત્ર થી।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success