આપણે જીવીએ... Aapne Poem by Mehta Hasmukh Amathaal

આપણે જીવીએ... Aapne

Rating: 5.0

આપણે જીવીએ
સોમવાર,18 ફેબ્રુઆરી 2019

મારે રચાવો છેસોનેરી સંસાર
મન માં આવી ગયો એવો અણસાર
લોકો કહે "નથી આ માંકોઈ સાર "
હું એમાં ભાળું તકો અપાર

મને ભાન થયું મોડું
જાગી ગયો પહેલો, જો આવી પડે તેડું
જ્યાર થી જાગ્યા ત્યાર થી સવાર
પછી ના થઇ જાય મોડું કે થાય વાર।

આપ ભલા તો જગ ભલા
ના કોઈ અળખામણા કે ના કોઈ વહાલા
લગાવું બધાને પ્રેમ થી ગળે
આવોજ લહાવો બધાને મળે।

લોકો ઝંખે બે શબ્દો પ્રેમ ના
સથવારો મળે અને આશ્વાસન મળે હૂંફ ના
હું તરસતો રહુ કે થઇ જાય મારો ભવ સફળ
જીવતે જીવ મને મળી જાય ફળ।

આવા જીવતર નો ઉઠાવો ફાયદો
જાળવો ઉદારતા અને સાચવો કાયદો
આપણે સભ્ય સમાજ માં જીવીએ છીએ
આપણે જીવીએ અને બીજાને પણ જીવવા દઈએ।

હસમુખ અમથાલાલ મેહતા

આપણે જીવીએ... Aapne
Monday, February 18, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success