આપણું બાળપણ
બુધવાર,6 મે 2020
આપણે મળતાત્યારે ખુબ ખુશ થતા
સ્કૂલ ની વાતો, ઘરની વાતો કરતા રહેતા
ના મળીએ તો ખૂબ ઉદાસ થઇ જતા
એક બીજાને દિલથીકહેડાવતા।
ભણવા માં એક બીજા ની સ્પર્ધાં
પરિણામ જોઈ એ થઇ જતા અડધા અડધા
સાહેબો ના હંમેશા રહેતા પ્રિતિપાત્ર
બસ ભણી ને આગળ આવવું એજ ધ્યેય હતો માત્ર।
બાળપણ વીત્યું અને આવ્યા યુવાની ને આંગણે
લીધો પ્રવેશ કોલેજ માં હોંશે હોંશે
"હું એન્જીનીયર થઈશ, હું પ્રાદ્યાપક બનીશ "
આવીજ રહેતી હંમેશ એક બીજા માટે ની કોશિશ।
જીવન નો પ્રવાહ પલટાયો
સમય આવી ગયો મુસીબતો નો સામનો કરવાનો
મુકતા ગયા પગ જીવન ની કેડી
સફળતા મળતી ગઈ અને આવી ધન્ય ઘડી।
નથી બદલ્યું કંઈ બધું એજ છે
પ્રેમ નોપ્રવાહ અને લાગણી પણ એજ છે
જ્યારે પણ મળીએ પેમ ને તાજો કરીએ
જૂની યાદો તાજા કરી વાગોળીએ।
સંબંધ પણ અતૂટ રહ્યો
લાગણી ના તાંતણે બંધાયેલો રહ્યો
નામ સાંભળી ને મન પ્રફુલ્લિત થઇ જાય
વાત કરતા કરતા આંખો માં જળજળીયા આવી જાય।
એવું રહ્યું અમારું પ્રેમ નુ અક્ષયપાત્ર
કદી ના બન્યા અમે હાંસી ને પાત્ર
જીવન જ રહ્યું સંઘર્ષમય પણ ના લાવ્યું ઘર્ષણ
જીવન જ એવું સુખમય રહ્યું કે વધી ગયું આકર્ષણ।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એવું રહ્યું અમારું પ્રેમ નુ અક્ષયપાત્ર કદી ના બન્યા અમે હાંસી ને પાત્ર જીવન જ રહ્યું સંઘર્ષમય પણ ના લાવ્યું ઘર્ષણ જીવન જ એવું સુખમય રહ્યું કે વધી ગયું આકર્ષણ। હસમુખ અમથાલાલ મહેતા