અભરખો
ગુરુવાર,28 માર્ચ 2019
અમે ના હતા નિરાધાર
આપનો રહ્યો સદા આધાર
ચાલ્યા અમે ખાંડા ની ધાર
આશીર્વાદ રહ્યો અનરાધાર।
પ્રભુ નું લીધું શરણું
મળ્યું હાથ માં તરણુ
પ્રેમ નું સદા વહ્યું ઝરણુ
જીવન બની રહ્યું ઘરેણુ।
માયા નું ઘેલું ના લાગ્યુ
પ્રભુ ના નામનું રટણ જાગ્યુ
જીવતર નું ગણિત લેખે લાગ્યુ
મળ્યુ બધુ અનાયાસ અને વણમાગ્યુ।
આપ ને રહયા પામર માનવી
પણ ઘણા બની ગયા ક્રૂર અને પાશવી
લપટાઈ ગયા જાળ મા માયાવી
કોઈની પણ કરી ના ફાવી।
રહ્યો સહ્યો ભ્રમ પણ ભાગી ગયો
દુનિયા માં થી જીવ ઉપડી ગયો
બધાના હિસાબ કરતા કરતા થાકી ગયો
જીવન જીવવા નો અભરખો પૂરો થઇ ગયો।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
રહ્યો સહ્યો ભ્રમ પણ ભાગી ગયો દુનિયા માં થી જીવ ઉપડી ગયો બધાના હિસાબ કરતા કરતા થાકી ગયો જીવન જીવવા નો અભરખો પૂરો થઇ ગયો। હસમુખ અમથાલાલ મહેતા