અફર વલણ... Afar Poem by Mehta Hasmukh Amathaal

અફર વલણ... Afar

Rating: 5.0

અફર વલણ
શુક્રવાર,8 ફેબ્રુઆરી 2019

સમજો જો સાંકેતિક ભાષા
કદી ના પામશો જીવન માં નિરાશા
જીવન માં કાયમ છે કાલ ની આશા
જો કરશો કામ ચોક્કસ, તો ના થશે નિરાશા।

જીવન માં છે મુશ્કેલી અને હાડમારી
મિલકત માટે થાય મારામારી
દુશ્મની પડશે જીવન માં ભારી
પ્રેમ થી જ કાપશે મુશ્કેલી સારી।

આવ્યો જમાનો સ્વાર્થ થી ભરપૂર
સ્નેહબંધ ના ઉતરી ગયા ઘોડાપુર
એકબીજાને છેતરવાની ચેષ્ટા
મોહાંધતા નીપહોંચી છે પરાકાષ્ટા।

જો સમજી શકો સાન માં
કામ કરી શકો તમે રહી ને ભાન માં
કલેશ નું કારણ પોતે બનો ના
કોઈની કળા નો હાથો બનો ના।

જીવન છે માયા ની ભરમાર
તેનો પામી ના શકો તમે પાર
ચાલતી રહેશે જીવન ની સફર
તમારુ વલણ રહેવું જોઈએ અફર।

હસમુખ અમથાલાલ મહેતા

અફર વલણ... Afar
Friday, February 8, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success