અલવિદા કરવા ને
શુક્રવાર,31 જુલાઈ 2020
જોતો રહુ હું આકાશ
મને મળી ગયો અવકાશ
વાતો કરું તારાઓને સાથ
મને મળી ગયો સારો સંગાથ।
ચંદમાની શીતળતા ને આવકારું
મન હી મન તેને સમરું
તું હોય જ્યારે સામે અને રૂબરૂ
મને વૃક્ષ લાગે જાણે કલ્પતરુ।
મારા જીવન ની ઘડીઓ ને ના ઘણાય
તારી ઉપસ્થિતિ ને પણ ના અવગણાય
આવી ચિરસ્મરણીય પળો ને કેમે ભુલાય?
સ્મૃતિ માં થી ક્યારેય તેને કેમે ભૂંસાય!
કેવા કેવા સંજોગો નો સામનો?
સુખદ રહ્યો સથવારો આપણો
એક બીજા ની હૂંફ થી પળો ને સજાવી
જિંદગી રહી યાદગાર એક બીજા ને સમજાવી।
જીવન ના પથદર્શક અને બન્યા ભોમિયા
સમજી ને સમય દિવસો વીતાવીયા
જ્યારે સમય આવ્યો અલવિદા કેહવાને!
આંસુઓને રોકી રાખ્યા "અલવિદા " કરવાને।
Dr.Jadia Hasmukh
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જીવન ના પથદર્શક અને બન્યા ભોમિયા સમજી ને સમય દિવસો વીતાવીયા જ્યારે સમય આવ્યો અલવિદા કેહવાને! આંસુઓને રોકી રાખ્યા " અલવિદા " કરવાને। Dr.Jadia Hasmukh