અમારી શિક્ષાamaari Poem by Mehta Hasmukh Amathaal

અમારી શિક્ષાamaari

અમારી શિક્ષા

મનેમળ્યો સાહિત્યમાટે ઇન્દિરા પ્રિયદર્શિની ખિતાબ અને થયું બહુમાન
આનો બધો શ્રેય હું આપું અને ગર્વ થી અનુભવુંઆપી માન
મારું ગામ અને મારી આ શાળામારા માટે કાશી તુલ્ય
જેણેમને અપાવ્યુ ગૌરવ બહુમુલ્ય

મારા પિતા સમાન શ્રી સુરેશભાઈતથા ગજાનન સાહેબ
આચાર્ય શ્રી હર્ષવદન જોશી અને શ્રી બળદેવભાઈ સથવારા સાહેબ
બધાજ આમારા હિતેશ્રી અને છાંયો આપ્યો વડવાઈઓ ની જેમ
આજે અમે બધા તપી ને બહાર આવ્યા જાણે કુંદન કે હેમ।

વાંચવાનો મને ખુબજ શોખ અને હતી ઉત્કંઠ લાલસા
નવું કરવાની હંમેશા રહેતી લાલાયત અને મનસા
એક વાર રમતા રમતા લાગી હાથ મનુષ્ય ની ખોપરી
આજે પણ હયાત છે હાડપિંજર ના કબાટ માં જાણે હોય સર્વોપરી।

આવી સંસ્થા માટે હોય જ ગર્વાન્વિત ઇતિહાસ
અને બધાને એનો થાયજસ્વભાવિક એહસાસ
મન માં બનાવી છે એક આભા જેનો થાય છે સદૈવ આભાસ
બધા બાળપણ ના મિત્રો નો યાદ આવે સહવાસ।

આજે પણ અજેય છે અમારું એસ, એસ. સી, નું પરિણામ
બધાજ વિદ્યાર્થીઓમા હતો ગજબ નો ઉત્સાહ અને હામ
અમને પણ હતો સ્કૂલ પ્રત્યે નો ઉત્સાહ અને થનગનાટ
તેથી રહ્યો છે વિક્રમ લાગલગાટ।

હું લાગણીપૂર્વક કરું સન્માન અને રહુ કૃતઘ્ન
શાળા હતી નવી નવી અને આવ્યા ઘણાંજ વિઘ્ન
દાનવીરો ના સહકાર થી સંપર્ણ થઇ અમારી શિક્ષા
અમે પણ સારૂ નામ કમાવી આપવાની દીક્ષા।

અમારી શિક્ષાamaari
Friday, November 17, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success