અમૂલ્ય પ્રેમ Amulya Poem by Mehta Hasmukh Amathaal

અમૂલ્ય પ્રેમ Amulya

અમૂલ્ય પ્રેમ

પ્રેમ એતો સ્વર્ગ ની સીધી સીડી
ના સાંજે એને એ કહેવાય અનાડી
એતો રહેશે આદિ અનાદિ કાળ
તમારે ભરવી પડશે હરણફાળ।

પ્રેમ ને કરવો સહેલો
પણ નિભાવવો અઘરો
અઢાર થી અધરો નો આનંદ અનેરો
અને સાથે સાથે આનંદ પણ મોંઘેરો।

સાથે જીવવા ના અને મરવાના સૌગંધ
બીજાને ભળીજાય સોનાની માટી માં સુગંધ
મહેકાવે સોડમ અને પ્રસરાવે મેઘધનુષ
જીવન ને મધુરેમ બનાવે અને વધારે આયુષ્ય।

પ્રેમ નો મહિમા મોટો
પણ છે આગ નો પરપોટો
થોડી પણ ગફલત
આપે મોત ને દાવત

ના ફેલાવશો આ દાવાનળ ને
પાણી થી બુજાવજો એની આગ ને
સિંચન કરજો એનેમાનવતા ના મૂલ્ય થી
અધિકાર જરૂર થી આપજો અમૂલ્ય પ્રેમ થી।

આપણા માવતર
જેમણે આપ્યું ઘડતર
કદી ના બનશો એમને નડતર
ના તમને કોઈ કદી બોલાવે કહી "કપાતર।

અમૂલ્ય પ્રેમ Amulya
Tuesday, December 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 December 2017

આપણા માવતર જેમણે આપ્યું ઘડતર કદી ના બનશો એમને નડતર ના તમને કોઈ કદી બોલાવે કહી કપાતર।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success