અંદર ની આગ... Andar Poem by Mehta Hasmukh Amathaal

અંદર ની આગ... Andar

Rating: 5.0

અંદર ની આગ
મંગળવાર,23 ઓક્ટોબર 2018

અંદર ની આગ થી હું બળતો રહ્યો
નવા નવા તરંગો ની દુનિયા માં રાચતો રહ્યો
"કેમ કરી ને એને નીચો દેખાડું" એવીઆંગ માં શેકાતો રહ્યો
"પણ દિલ ને ઠારે"એવી કોઈ વાત નો વિચાર ના આવ્યો।

અહંકાર અને ક્રોધ વધારે મન માં અગ્નિ
જીવતે જીવ શરીર ને બાળે ભસ્માંગની
એક ના એક જ વિચારો મંડરાયા કરે
માણસો પોતાના હોય તો પણ પારકા લાગ્યા કરે।

ક્રોધ આવે એટલે મન ગુમાવે કાબુ
આપણી બોલવાની શક્તિ પણ થાય બેકાબુ
ના બોલવાના વેણ ઉચ્ચારી જવાય
વાતવાત માં ચીડ ચડે અને ગેરવર્તન થઇ જાય

આવા ક્રોધ ને ડામવામાં જ ડહાપણ
એવે વખતે મૌન રાખવામાં જ શાણપણ
જો તમે સાચવી લો સમો
તો જરૂર થી મળી જાય સુખ નો લહાવો।

તમારા જીવન માં છવાયેલ અંધકાર દૂર થાય
શાંતિ થી વિચારવાનો સમય મળી જાય
કોઈ અપશબ્દો નો પ્રયોગ કરી જાય તોપણ ગુસ્સો ના આવે
શાંત ચિત્તે વિચાર કરી નીવડો પણ લઇ આવે।

હસમુખ અમથાલાલ મહેતા

અંદર ની આગ... Andar
Wednesday, October 24, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 24 October 2018

Ego and anger over the mind act like fire inside and thrash life from inside. The provoke thought. All should remain free from anger. A brilliant poem is well penned.10

0 0 Reply
Mehta Hasmukh Amathalal 24 October 2018

તમારા જીવન માં છવાયેલ અંધકાર દૂર થાય શાંતિ થી વિચારવાનો સમય મળી જાય કોઈ અપશબ્દો નો પ્રયોગ કરી જાય તોપણ ગુસ્સો ના આવે શાંત ચિત્તે વિચાર કરી નીવડો પણ લઇ આવે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success