અંતરાઆત્મા નો અવાજ... Antraatmaa Poem by Mehta Hasmukh Amathaal

અંતરાઆત્મા નો અવાજ... Antraatmaa

Rating: 5.0

અંતરાઆત્મા નો અવાજ
સોમવાર,19 નવેમ્બર 2018

કોઈ ને ના આપો ખોટો દિલાસો
પછી પાછળ થી રહી જાય વસવસો
પશ્ચાતાપ કરવા માટે નીકળી જાય સમય ખાસો
જીવન માં લાગે ખાલીપો અને નીકળી જાય દિવસો।

સાચી સલાહ કોઈ હિતેચ્છુ જ આપે
મન માં કોઈ ના પ્રત્યે ભેદભાવ ના રાખે
સામે થી સલાહ આપવા એ કદી ના જાય
પણ પૂછે તો એના મન માં અહોભાવ પેદા થાય।

પણ કહે છે "ઝેર ના પારખા ના હોય "
મન માં અવિશ્વાસ નો જરાપણ અંશ ના રાખવાનો હોય
ખારાખોટા નો ભેદ પારખતા આવડતું હોય
આવાજ માણસો, સમો પારખી નેઆગળ વધતા હોય।

જો મન માં અંદેશો હોય તો પૃચ્છા કરી લેતા હોય
પછી ભલે ને સફળતા ના મળતી હોય
પણ મન માં સ્વભાવિક એક ઉત્સુકતા તો હોયજ
એને સંતોષવી એજ એનો ખરો ઉપાય હોય।

અંતરઆત્મા ના અવાજ ને ઓળખો
માણસ અને સ્વભાવ ને જરૂર થી પરખો
નિષ્ફળતા નો ભૂતકાળ જો સ્વાદ ચાખ્યો જ હોય
તો પછી સ્વયં ને જ સવાલ નો જવાબ મેળવવાનો હોય।

હસમુખ અમથાલાલ મહેતા

અંતરાઆત્મા નો અવાજ... Antraatmaa
Monday, November 19, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 November 2018

અંતરઆત્મા ના અવાજ ને ઓળખો માણસ અને સ્વભાવ ને જરૂર થી પરખો નિષ્ફળતા નો ભૂતકાળ જો સ્વાદ ચાખ્યો જ હોય તો પછી સ્વયં ને જ સવાલ નો જવાબ મેળવવાનો હોય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success