અરણ્યરુદન Aranya Poem by Mehta Hasmukh Amathaal

અરણ્યરુદન Aranya

અરણ્યરુદન

ના વહાવો બનાવટી આંસુ
જીવન તો છે જ નરસું
ક્યાં સુધી આપણે કેહતા રહીશું?
અને આત્મા ને છેતરતા રહીશું!

જીવન ની બધી માયા ને વળગી હઈશું
'પ્રભુ ની મરજી' એમ કહી હાથ ખંખેરતા રહીશું।
આજ છે આપણી અજ્ઞાનતા
પણ તમે રખે માનતા!

તમે સાચા છો
અસલ માં તમે કાચા છો।
જીવન નો તમને મોહ ઘણો છે
અને સાથે વિશ્વાસ નો પણ મણો છે

આગળ વધવું છે
પણ તકલીફો થી કતરાવું છે
સાથે સાથે ગભરાવું પણ છે
અને જીવન થી ભાગવું પણ છે।

તડકી અને છાંયડી
જીવન માં વારે વારે ડોકાતી
બે બહેનો તમને વંચિત રાખે છે
તમારી રાહ જબરદસ્તી થી રોકે છે

તમારી નબળાઈ ને યાદ અપાવી ટોકે છે
વિશ્વાસ ને ડગાવી રોકે છે
શું મને અસફળતા મળશે?
લોકો ને ટોણો મારવાનો મોકો મળશે?

પણ આ ભોળપણ નથી
જીવન ની મોળાશ છે પણ ગળપણ નથી
બધા પોતાના અંતરાત્મા ને છેતરે છે
અંત તક આત્મા ને છેહ દે છે

આને અરણ્યરુદન કહેવાય
જે આપણ ને જ સમજાય
રેહવું છે સમાજ ની વચ્ચે
પણ અધોગતિ ને અવગણવી છે સાચેજ।

અરણ્યરુદન  Aranya
Saturday, July 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આને અરણ્યરુદન કહેવાય જે આપણ ને જ સમજાય રેહવું છે સમાજ ની વચ્ચે પણ અધોગતિ ને અવગણવી છે સાચેજ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success