અસહાય અને લાચાર.....Asahay Poem by Mehta Hasmukh Amathaal

અસહાય અને લાચાર.....Asahay

Rating: 5.0

અસહાય અને લાચાર
,
મંગળવાર,16 ઓક્ટોબર 2018

ના કરું અહિત બીજાનું
ના કરું નુકસાન સગાનું
સાચવું સંબંધ હૃદય થી
ના રાખું સંશય બીજા થી।

દિવસો કાયમ છે સુખ થી
નથી વસવસો દુઃખ થી
શરણે ધર્યું છે જીવન જ્યારે થી
પ્રભુ તમેજ બન્યા છો સારથી।

ના કરું સંતાપ ધનસંચય નો
ના રાખું આગ્રહ એવા આશય નો
જીવન સાદું રાખી સદાચારી બનું
પ્રભુ ને વિનવું "વસો મારા અણું અણું "

મારી નૈયા કરાવો પર
હું તો છું અસહાય અને લાચાર
મને કેમ આવે આવા વિચાર?
જેના પ્રભુ હોય હંમેશા તારણહાર।

જગ સાથે મને લાગણી છે
મધુરતા સાથે વાણી બંધાણી છે
આ જ એક શિષ્ટાચાર ની કહાણી છે
સંબંધો ની વણઝાર જ તો માનવતા ની લ્હાણી છે।

હસમુખ અમથાલાલ મહેતા

અસહાય અને લાચાર.....Asahay
Tuesday, October 16, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 16 October 2018

We shall love nature from inner core of heart with beauty of love, care and perception. A nice poem is well penned for awareness. Thanks for sharing this poem...10

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 October 2018

જગ સાથે મને લાગણી છે મધુરતા સાથે વાણી બંધાણી છે આ જ એક શિષ્ટાચાર ની કહાણી છે સંબંધો ની વણઝાર જ તો માનવતા ની લ્હાણી છે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success