બાહ્ય આકર્ષણ... Baahya Poem by Mehta Hasmukh Amathaal

બાહ્ય આકર્ષણ... Baahya

Rating: 5.0

બાહ્ય આકર્ષણ
શુક્રવાર,2 નવેમ્બર 2018

મારગ મને મળતો નથી
ખાલી ચાલવાનો કોઈ અર્થ નથી
સામે દેખાય છે ખતરા ના એંધાણ
મન માં ચાલે ઘણી મથામણ।

દિશાઓ મન ને લાગે સરખી
પણ ના હું ના શકું પારખી
એકીટશે હું જોતો રહું નીરખી
જીવન માં બધા છે દુઃખીદુઃખી।

હરતાફરતા મન માં એકજ વિચાર
શું થઇ ગયો હશે મારા થી દુરાચાર?
મને કેમ ના આવ્યો થોડોઘણો અણસાર
વિચિત્ર લાગ્યો મને આખો સંસાર।

જીવન થી મોહભંગ થવા લાગ્યો
અકારણ ક્રોધ નો આભાસ થવા લાગ્યો
"આજ છે જીવન"કે જ્યાં કોઈ સાર નથી
"સમજો જેને આપણા" એજ આપણા નથી।

નજર નો દોષ મન ને વરતાણો
ના મળ્યો મને કોઈ તાણોવાણો
જીવન શું છે એનો ગુઢાર્થ સમજાણો
"આ તો રહ્યું બાહ્ય આકર્ષણ" મને સમજાણા બધા કારણો

હસમુખ અમથાલાલ મહેતા

બાહ્ય આકર્ષણ... Baahya
Saturday, November 3, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 November 2018

નજર નો દોષ મન ને વરતાણો ના મળ્યો મને કોઈ તાણોવાણો જીવન શું છે એનો ગુઢાર્થ સમજાણો આ તો રહ્યું બાહ્ય આકર્ષણ મને સમજાણા બધા કારણો હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success