બધાની વાત.. Badhani Poem by Mehta Hasmukh Amathaal

બધાની વાત.. Badhani

Rating: 5.0

બધાની વાત
મંગળવાર,3 સપ્ટેમ્બર 2019

આ સમજણ ની પાર છે
પણ બધા ની વાત છે
ઓઢી લો તમે જૂઠ નો આંચળો
આવરણ આપો તમે એને કાળો કામળો।

સત્ય ને તમે નહિ છુપાવી શકો
જૂઠ ને પણ નહિ રોકી શકો
એના વગર તમે નહિ નિભાવી શકો
માનવી એના વગર રહેછે કેટલો પાંગળો।

જૂઠ નો ફેલાવી લો તમે અંબાર
કદી ના પડશે તમારા પાસા પોબાર
જીવન માં કદી સંતોષ થાશે નહિ
અને અસંતોષ ભભૂકતો રહેશે અહીં

દુઃખ નો દરિયો તમને ડુબાડશે
અંધકાર ની ગર્તા માં જરૂર થી ધકેલશે
જાણી લો એને મન માં પણ ઉતારી લો
વખત આવતા પહેલા, પાણીપાળ બાંધી લો।

ઈચ્છા કદી મટશે નહિ
ભુખ કદી અટકશેનહિ
તરસ કદી છિપાશે નહિ
દુઃખ ના રોદણા કોઈ સાંભળશે નહિ।

તમારું આ અરણ્ય રુદન
ઘભરાટ થી ભરી દેશે વદન
સાથ પણ નહિ આપે તન
વિચલિત થઇ જાશે તમારું મન।

હસમુખ અમથાલાલ મહેતા

બધાની વાત.. Badhani
Tuesday, September 3, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 September 2019

તમારું આ અરણ્ય રુદન ઘભરાટ થી ભરી દેશે વદન સાથ પણ નહિ આપે તન વિચલિત થઇ જાશે તમારું મન। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success