સમય ને વહી જતાં ના લાગી વાર
તમારી યાદ મન માં ધસી આવે વારંવાર
કેટલું કેટલું વાંચન આપણે કરતા!
ચોપડી ઓ મેળવવા આપણે કેટલું કેટલું ફરતા।
સાંજે દેરાસર જવાનો તમારો નિત્ય ક્રમ
હું અચંબિત રહી જતો તમારી જોઈ હામ
શ્વાસ લેવાની તકલીફ હોવા છતાં દાદા પ્રભુ ના દર્શન ની રહેતી ઉત્કંઠા
અમે જ્યારે મળતા ત્યારે ખુબ હસતા અને કરતા ઠઠ્ઠા મશ્કરી।
કેટલા બધા વર્ષો નો સંબંધ
પણ એ રહ્યો અતૂટ અને અકબંધ
મારી મુલાકાત જ્યારે ઘેર રજાપર આવું ત્યારે થતી
સમય ક્યાં વહી જતો તેની ખબર જ ના રહેતી।
પત્ની નો સ્વર્ગવાસ તેમને ખુબજ સાલ્યો
આંસુઓનો તો જાણે વરસાદ વરસી રહ્યો
નાના બાળક ની જેમ તે ડુસકા ભરતા
યાદ કરી કરી ને બસ જૂની યાદો ને વાગોળતા।
આવા મિત્ર હોવાનો મને ખુબજ ગર્વ અને રહેતું અભિમાન
સગા વહાલા કરતા વાત્સલ્યનું કરાવતા પાન
હું એમના ચેહરાપર બદલતા ભાવો ને નીરખી રહેતો
એમના થકી નખાતા નિસાસા ને હું દિલગીરીથી જોતો।
તેમની આ પુણ્યતીથી પર મારા ભાવભર્યા શ્રદ્ધા સુમન
કરું તેમની યાદ માં કરોડો નમન
તમારી યાદ ખસતી જ નથી
અને મન "તમે નથી" એ માનવા તૈયાર જ નથી।
તેમની આ પુણ્યતીથી પર મારા ભાવભર્યા શ્રદ્ધા સુમન કરું તેમની યાદ માં કરોડો નમન તમારી યાદ ખસતી જ નથી અને મન ”તમે નથી” એ માનવા તૈયાર જ નથી।
welcome Nita Mehta 22 mutual friends Like · Reply · 1 · Just now Manage
welcome Rohit Mehta 16 mutual friends Like · Reply · 1 · Just now
welcome prerna doshi sanjay Like · Reply · 1 · Just now
2 2 Comments Hasmukh Mehta Hasmukh Mehta welcme minal vora Like · Reply · 1 · Just now Manage
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome bhandari sarika Like · Reply · 1 · Just now