ભગવાન ને સહારે... Bhagvan Poem by Mehta Hasmukh Amathaal

ભગવાન ને સહારે... Bhagvan

Rating: 5.0

ભગવાન ને સહારે

સોમવાર,18 જૂન 2018

જો મારા હૃદય ને કકળાવશો
જીવન માં કદી ના ફાવશો
અંતિમ સમય માં તરફડશો
પ્રભુ ને વિનંતી કરતા રહેશો।

તેં તોસાથ મારોછોડી દીધો!
ભગવાન ને સહારે છોડી દીધો
હું પણ કડવા ઘૂંટ ને પી ગયો
"નીલકંઠ" ની મહત્તા ને હું સમજી ગયો।

મારા દિવસો કપાઈ જશે અંત સુધી
મૈધીરજ ને રાખીછે બાંધી
જીવન માં આવી ગઈ આંધી
પણ ના પહોચી શકી મારા સુધી।

હું તો કાપી દઈશ મારી જિંદગી
કરતા કરતા દિલ થી ઊંડી બંદગી
એ પણ કાંપી જશે મન થી
વરસાવશે અમી છાંટણા આકાશ થી।

મારું મિલન થશે એ ના આશીર્વાદ થી
ના મારા રુદન થી કે વાદવિવાદ થી
આંસુ ઓ થી તો ભીંજવી દીધા
નમન બધાને કરી દીધા।

રાતો વિતાવી કરી અશ્રુરૂદન
યાદ કરી કરી ને થાકી ગયું નાજુક તન
હવે કેમેં કરું પ્રભુ નું ભજન
ભુલાવે પણ ભુલાય નહિ મારું સ્વજન।

પલકારા માં તો શમી ગયું મારું શમણું
મને કરી ગયું પાંગળું અને વામણુ
દ્રશ્ય કેવું હતું બિહામણું
તેના ચેહરાપર હતું હાસ્ય સોહામણું।

ના કરું હું માગણી તેના પાછા ફરવાની
તેને તો છોડી દીધી, આ જિંદગી ફાની
પણ મને તે પ્રેમ થી લઈ જશે
જીવન નો અંતિમ સંદેશ આપી જશે।

હસમુખ અમથાલાલ મેહતા

ભગવાન ને સહારે... Bhagvan
Sunday, June 17, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ના કરું હું માગણી તેના પાછા ફરવાની તેને તો છોડી દીધી, આ જિંદગી ફાની પણ મને તે પ્રેમ થી લઈ જશે જીવન નો અંતિમ સંદેશ આપી જશે। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success