ભાગ્ય માં સુખ.. Bhagya Poem by Mehta Hasmukh Amathaal

ભાગ્ય માં સુખ.. Bhagya

ભાગ્ય માં સુખ
બુધવાર,10 ઓક્ટોબર 2018

જીવન ને કર્યું વહાલું
એની પદ્ધતિ ને વખાણ્યું
ચડતી, પડતી ને નજીક થી જાણી
પણ કદી ના સમજી અમે અને સતામણી।

કોઈ ના ભાગ્ય માં લખાયું સુખ
તો કોઈ ને લલાટે લખાયું દુઃખ
બધા એ કર્યો સ્વીકાર સત્ય સમજી
સહેવું બધા એ સમજી જેમ રાખે રામજી।

જેણે સ્વિકારી પોતાનીપરિસ્થિતિ
ભલે પછી જાય કથળતી
મન માં ના રહે કોઈ રંજ
આવી જો રાખે બધા સમજ।

સમય કોઈ નો એક જેવો રહ્યો નથી
માઠી દશા ને આપણે સમજ્યા નથી
સમયે જયારે પોતાનું વહેણ બદલ્યું છે
ત્યારે આપણ ને વસવસો કરવાનું કોઈ કારણ નથી।

હસમુખ અમથાલાલ મહેતા

ભાગ્ય માં સુખ.. Bhagya
Wednesday, October 10, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success