ભલમનસાઈ... Bhalmansai Poem by Mehta Hasmukh Amathaal

ભલમનસાઈ... Bhalmansai

Rating: 5.0

ભલમનસાઈ
રવિવાર,25 નવેમ્બર 2018

હું રહી અબુધ અને અજ્ઞાની
દુનિયા ને ના પુરી જાણી
રીત રસમ થી રહીં અજાણી
લોકો ના મન ને કદી ના કળી।

જે રહ્યો વેણો નો નાસમજ
તેને ના ખબર પડી સહજ
જીવન માં ના કરી શકી સાહસ
બીજા અજમાવે કરી દુઃસાહસ।

ભલમનસાઈ નો બીજા ઉઠાવે ફાયદો
ચલાવે મનસ્વીપણાનો નો કાયદો
કરી લે પોતાનું કામ તમામ
ઉપર થી લગાવે જોર અને બતાવે દમામ।

આવા સમાજ માં નહિ સીધા નું કામ
લોકો વાક્પટુતા માં ફસાવે અને મારે દમ
પાછા આપવાનું નામ નહિ
અને માંગો તો વાત નુ થાય વતેસર।

સમાજ માં રહો જેવા સાથે તેવા
વહાણ ને ચલાવો જે બાજુ હોય હવા
ગતિ એક ધારી બની રહેશે
જીવન માં ઉન્નતિ પણ થતી રહેશે।

હસમુખ મેહતા

ભલમનસાઈ... Bhalmansai
Sunday, November 25, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 November 2018

સમાજ માં રહો જેવા સાથે તેવા વહાણ ને ચલાવો જે બાજુ હોય હવા ગતિ એક ધારી બની રહેશે જીવન માં ઉન્નતિ પણ થતી રહેશે। હસમુખ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success