ભાણ ભલે ઉગે Bhan Bhale Uge Poem by Mehta Hasmukh Amathaal

ભાણ ભલે ઉગે Bhan Bhale Uge

Rating: 3.5

ભાણ ભલે ઉગે

આજ તો છે જિંદગી
જો સાચી હોય બંદગી
દિવસો પાણી ના રેલા ની જેમ વહે
મન મોં લેશમાત્ર પણ રંજ ના રહે।

દુઃખ કોને નથી પડ્યું?
રાજા રામ ને પણ વનવાસ જવું પડ્યું
રાજા દશરથ ને પણ પ્રાણ ત્યાગવા પડયા
ભગવાને આપણ ને એટલા માટેજ છે ઘડયા।

પડ પ્રભુના ચરણો માં
કર નિખાલસ એકરાર નયનો માં
કરી લે નીર્ધાર વચન નિભાવવાનો
લોકો માં ભળવાનો અને મદદરૂપ થવાનો।

ખબરજ ના પડી ક્યારે જવાની જતી રહી
છોકરાછૈયાં ના ઉછેર માં હું ભૂલતી રહી
ના રહયા યાદ એ કે પછી મારા ઇષ્ટ!
જીવન નું એક પાસું હતું બિલકુલ સ્પષ્ટ।

આજે પાછા વળી ને જોવાનું મન થાય
સુખી પળો ને વાગોળવાનું મન થાય
આજ તો રહસ્ય હતું સુખે થી રહેવાનું
મન માં ને મન માં સહેવાનું અને આનંદમય ઉઠવાનું।

ભાણ ભલે ઉગે પૂર્વં માં
તે ભલે બોલે ગર્વ માં
હું તો ફક્ત રાચું મારા સુવર્ણ સોણલા માં
મારા જીવન ના તાણાવાણા વણવા માં

ભાણ ભલે ઉગે  Bhan Bhale Uge
Tuesday, January 3, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 January 2017

ભાણ ભલે ઉગે પૂર્વં માં તે ભલે બોલે ગર્વ માં હું તો ફક્ત રાચું મારા સુવર્ણ સોણલા માં મારા જીવન ના તાણાવાણા વણવા માં

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success